બોટાદ જિલ્લાના રાજપરા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, 80 વર્ષીય વૃદ્ધ રાજપરા ગામ પાસે આવેલી કેનાલમાં ન્હાવા માટે પડ્યા હતા, તે દરમિયાન અચાનક તેમનો પગ લપસી જવાથી પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા. તેઓ કેનાલમાં ખાબક્યા બાદ ઉંડા પાણીમાં ડૂબી ગયા હતા.
ફાયર ટીમ દ્વારા સઘન રેસ્ક્યુ ઓપરેશન
વૃદ્ધ કેનાલમાં ડૂબી ગયા હોવાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર અને બોટાદ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર જવાનો દ્વારા કેનાલના વહેતા પાણીમાં વૃદ્ધની શોધખોળ માટે સઘન રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સતત અઢી કલાક સુધી ચાલેલી ભારે જહેમત અને કશકશ બાદ ફાયર ટીમની ટીમને મોટી સફળતા મળી હતી.

