બોટાદ જિલ્લાની મહત્વપૂર્ણ ગણાતી રાણપુર અને બરવાળા એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC) ની ચૂંટણી તાજેતરમાં જ સફળતાપૂર્વક યોજાઈ હતી. બંને માર્કેટ યાર્ડના સંચાલન માટે ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનની ચૂંટણી અને વરણીની પ્રક્રિયા આજે હાથ ધરવામાં આવી હતી. જેમાં તમામ હોદ્દાઓ પર બિનહરીફ વરણી થતાં સમગ્ર સહકારી ક્ષેત્રમાં હરખની હેલી જોવા મળી રહી છે.

બરવાળા અને રાણપુર APMC ની નવી કારોબારીની જાહેરાત

બરવાળા APMC માં ચેરમેન તરીકે સુરેશભાઈ ગઢીયા અને ડેપ્યુટી ચેરમેન તરીકે દિલાવરસિંહ ઝાલા ની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી છે. બીજી તરફ, રાણપુર APMC માં ચેરમેન તરીકે કિશોરભાઈ ધાધલ અને ડેપ્યુટી ચેરમેન તરીકે લખમણભાઈ મેટાલીયા બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. વરણી પ્રક્રિયા પૂર્ણ થતાં જ ચૂંટણી અધિકારી દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.

ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનની બિનહરીફ વરણી

ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનના નામોની જાહેરાત થતાં જ માર્કેટ યાર્ડ પરિસરમાં સ્થાનિક નેતાઓ, ખેડૂત આગેવાનો અને શુભેચ્છકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. નવનિયુક્ત પદાધિકારીઓને ફુલહાર પહેરાવી અને મોં મીઠું કરાવીને બિનહરીફ વરણી બદલ શુભેચ્છા પાઠવવામાં આવી હતી. નવનિયુક્ત હોદ્દેદારોએ ખેડૂતોના હિતમાં અને માર્કેટ યાર્ડના વિકાસ માટે સતત કાર્યરત રહેવાની ખાતરી આપી હતી.

આ પણ વાંચો: Surat: ખટોદરા GIDCમાં ચોરી કરવા ઘૂસેલા બે ચોરો અંધારામાં ફસાયા, બહાર નીકળવા ત્રીજા માળેથી બૂમો પાડવી પડી