ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમના કારણે બોટાદ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના વિવિધ ગામોમાં સતત વરસાદી માહોલ જામ્યો છે.
ભાદર નદીમાં મોસમનું પ્રથમ પૂર આવ્યું
આ દરમિયાન, રાણપુર તાલુકાના નાગનેશ ગામ પાસે આવેલી ભાદર નદીમાં મોસમનું પ્રથમ પૂર આવ્યું છે. નાગનેશ ગામના ઉપરવાસના વિસ્તારોમાં પડેલા ધોધમાર વરસાદને કારણે ભાદર નદીમાં નવા નીરની મોટી આવક થઈ છે.
ચોમાસામાં પહેલીવાર આવ્યા નવા નીર
ચાલુ ચોમાસાની સિઝનમાં પહેલીવાર ભાદર નદીમાં નવા નીર આવતાં આજુબાજુના સમગ્ર પંથકના ખેડૂતો અને ગ્રામજનોમાં ખુશીનો માહોલ ફેલાયો છે. ચોમાસાની શરૂઆતમાં જ ભાદર નદીમાં પૂર આવવાના કારણે આસપાસના કૂવા અને બોરના ભૂગર્ભ જળસ્તર ઊંચા આવશે, જે આગામી સમયમાં ખેતી માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.હવામાન વિભાગની તાજી આગાહી મુજબ હજુ પણ રાણપુર અને બોટાદ પંથકમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. તંત્ર દ્વારા નદી કાંઠાના વિસ્તારો પર નજર રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો: Morbi: મચ્છુ-2 ડેમના 16 દરવાજા 10 ફૂટ ખોલાયા, નિચાણવાળા 32 ગામોને એલર્ટ કરાયા