બોટાદ SOG પોલીસે ગઢડાના ગ્રામ્ય પંથકમાંથી બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે. ગઢડા તાલુકાના લાખણકા ગામેથી ડિગ્રી વગરનો બોગસ ડોક્ટર ઝડપાયો હોવાની વિગત સામે આવી છે. પોલીસે લાખણકા ગામના અશ્વિન ચંદ્રકાંત ભટ્ટને ઝડપી પાડ્યો છે. તે લાખણકા ગામે મેઈન બજારમાં રહેણાંક મકાનમાં ડિગ્રી વગર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતો હતો અને લોકોને સારવાર આપતો હતો.
દવા અને સાધનો સહિત રૂ. 29,231નો મુદ્દામાલ જપ્ત
બોટાદ SOG પોલીસે બાતમીના આધારે લાખણકા ગામના રહેણાંક મકાનમાં રેડ કરી હતી. રેડ દરમિયાન તે ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તપાસ કરતા મકાનમાંથી સિરપ, ઈન્જેક્શનની સિરિંજ, બી.પી. મીટર અને ગ્લુકોઝ પ્રવાહી ભરેલા બાટલા મળી આવ્યા હતા. પોલીસે દવા, ઈન્જેક્શન સહિત કુલ રૂ. 29,231નો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી છે.
