અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલા મોરંગી ગામેથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મોરંગી ગામના વતની એવા 73 વર્ષીય ભીખુભાઈ નનુભાઈ સમા નામના વૃદ્ધની છરી મારીને નિર્મમ હત્યા કરવામાં આવી છે. હુમલાખોરે છરીનો એક જ જીવલેણ ઘા મારતા વૃદ્ધનું ઘટના સ્થળે જ પ્રાણપંખેરૂં ઊડી ગયું હતું. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી મચી ગઈ છે.
પ્રેમ સંબંધની અદાવતમાં હત્યા થયાની આશંકા
પ્રાથમિક વિગતો મુજબ, આ કરપીણ હત્યા પાછળ પ્રેમ સંબંધની અદાવત હોવાનું સામે આવ્યું છે. ફરિયાદીની દીકરી સાથે આરોપીના ભાઈને પ્રેમ સંબંધ હતા, જેને લઈને આરોપી ભારે નારાજ ચાલી રહ્યો હતો. આ જ રંજિશ અને અદાવત રાખીને 73 વર્ષીય ભીખુભાઈ સમા પર છરી વડે ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો, જે તેમના માટે જીવલેણ સાબિત થયો હતો.

