આણંદ જિલ્લાના ખંભાતમાં ભાજપના નેતા સામે પરિણીતા પર બ્લેકમેલિંગ કરી વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો ગંભીર આરોપ લાગ્યો હતો.આ મામલે આખરે ચાર દિવસ બાદ ભાજપ યુવા મોરચાના કારોબારી સભ્ય સહિત બે શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.ઉચ્ચ પોલીસ અધિકારીની મધ્યસ્થી બાદ ગુનો દાખલ થતાં સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ ગંભીર સવાલો ઊભા થયા હતાં.

કોર્ટે બંનેના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

આણંદ જિલ્લાના ખંભાતમાં ચર્ચિત દુષ્કર્મ કેસના બે મુખ્ય આરોપીઓ વિજય ચૌહાણ અને કિરણ જાદવને પોલીસે રિમાન્ડ મેળવવાની માગ સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા.ઝડપાયેલા આરોપીઓ પૈકી વિજય ચૌહાણ ભાજપ યુવા મોરચાના કારોબારી સભ્યોમાંથી એક છે.પોલીસે બંને આરોપીઓની વધુ પૂછપરછ માટે 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી જેની સામે કોર્ટે બંનેના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપીઓ સામે 6 મુદ્દાની માગ સાથે રિમાન્ડની માગ કરાઈ હતી.  

બંને શખ્સોએ વારંવાર બળાત્કાર ગુજાર્યો હોવાનો આરોપ

ભાજપ યુવા મોરચાના કારોબારી સભ્ય વિજય રાવજી ચૌહાણ અને તેના મિત્ર કિરણ જાદવ નામના બે શખ્સો સામે પરિણીતા પર જબરજસ્તીથી દુષ્કર્મ આચરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.આ બંને શખ્સોએ પરિણીતાના અશ્લીલ વિડીયો અને ફોટા પાડી લીધા હતા.ત્યારબાદ આ વિડીયો-ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવાની અને પરિણીતાના પતિને જાનથી મારી નાખવાની ધમકીઓ આપીને તેને સતત બ્લેકમેલ કરવામાં આવતી હતી.આરોપીઓ પીડિતાને બામણવા સ્થિત એક ગેસ્ટ હાઉસમાં લઈ ગયા હતા.જ્યાં તેની મરજી વિરુદ્ધ બંને શખ્સોએ વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો.

આ પણ વાંચોઃ Anand News: ખંભાત ગ્રામ્ય પોલીસે ચાર દિવસ બાદ ભાજપ યુવા મોરચાના સભ્ય સામે દુષ્કર્મની ફરિયાદ નોંધી