ભરૂચ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગુનાખોરી સામે લાલ આંખ કરીને એક મોટી કાર્યવાહી કરી છે. ભરૂચ તાલુકાના ટંકારીયા ગામની ગોડર સ્ટ્રીટ ખાતે આવેલા એક મકાનના પ્રથમ માળે ધમધમતા હાઇટેક જુગારધામ પર બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે જુગાર રમતા અને રમાડતા કુલ 19 શખ્સોને રંગેહાથ ઝડપી લીધા હતા. આ કાર્યવાહીથી શ્રાવણીયો જુગાર રમતા શકુનિઓમાં ફફડાટ ફેલાયો છે.

એન્ટ્રી ફી અને ટોકન સિસ્ટમથી ચાલતું હતું હાઈટેક જુગારધામ

LCB પીઆઈ મનીષ વાળાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ નિમેષ નવિનભાઈને બાતમી મળી હતી કે, ટંકારીયાનો રફીક સુલેમાનભાઈ સાપા પોતાના જૂના મકાનમાં બહારથી લોકોને બોલાવી જુગારનો અડ્ડો ચલાવે છે. પોલીસે વોરંટ મેળવી દરોડો પાડતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી. મુખ્ય સંચાલક રફીક સાપા ખેલાડીઓ પાસેથી રૂ. 500 એન્ટ્રી ફી અને કલાક દીઠ રૂ. 500 ટેબલ ચાર્જ વસૂલતો હતો. રોકડ રકમ જમા કરાવીને બદલામાં રૂ. 20, રૂ. 50, રૂ. 100 અને રૂ. 200 મૂલ્યના પ્લાસ્ટિકના ટોકન આપી જુગાર રમાડવામાં આવતો હતો.

રૂ. 2.42 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો

પોલીસે ઘટના સ્થળેથી દાવ પરથી અને અંગઝડતીમાંથી રૂ. 1,16,815 ની રોકડ રકમ, 17 મોબાઇલ ફોન જેમાં એન્ડ્રોઇડ તેમજ કીપેડનો સમાવેશ થાય છે, 151 પ્લાસ્ટિક ટોકન કોઈન, સ્ટીલ-પ્લાસ્ટિકની ટોકરીઓ, જુગાર બોર્ડ અને પત્તાની કેટ સહિત કુલ રૂ. 2,42,315 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

Bharuch News: LCB Raids Gambling Den in Tankariya; 19 Arrested

ઝડપાયેલા 19 આરોપીઓની યાદી અને વધુ કાર્યવાહી

દરોડા દરમિયાન રફીક સુલેમાનભાઈ સાપા, લતીફ ઇસ્માઇલ રબદા, ફિરોઝ અમીર શેખ, આસીફ કાસમભાઈ મલેક, હારૂન ઇબ્રાહીમ સુતરીયા, જીતેશ પરસોત્તમભાઈ માછી, ભીખા કેસુરભાઈ વસાવા, અબ્દુલ રસુલ ભટ્ટી, મહેશ ભાઈલાલ માછી, હારૂન ઇસ્માઇલભાઈ બાલા, અયુબ ઇસ્માઇલભાઈ સીંધી, લતીફ અહમદ પટેલ, રસીદ ઇબ્રાહીમ લાલન, પીર મહમદ ફકીર મહમદ મલેક, સબ્બીર ઇબ્રાહીમ પટેલ, ફારૂક ઇસ્માઈ કાપડીયા, ઈમરાન ઇબ્રાહીમભાઈ લાલન, યાવર હુસેન ઉર્ફે બાબામીયા મુનીરમિયાં મલેક અને સલીમ વલી લાલનની ધરપકડ કરવામાં આવી છે.

Bharuch News: LCB Raids Gambling Den in Tankariya; 19 Arrested

રેડ દરમિયાન નાસભાગમાં એક ઈજાગ્રસ્ત

દરોડા વેળાએ નાસભાગમાં યાવર હુસેન ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે રેફરલ હોસ્પિટલ ખસેડાયો હતો. LCB પોલીસે તમામ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ અને કાર્યવાહી માટે કેસ પાલેજ પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.


આ પણ વાંચો - Bharuch: હાંસોટમાં બે ભાઈઓ ધારીયા અને પાઇપથી જીવલેણ હુમલો કર્યો, 5 આરોપીઓને દબોચી લીધા