બોટાદ જિલ્લામાં ગેરકાયદે પ્રવૃત્તિઓ અને અસામાજિક તત્વો સામે લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કડક કાર્યવાહીનો દોર જાહેર રાખવામાં આવ્યો છે. બોટાદ શહેરના મિલિટરી રોડ પાછળના વિસ્તારમાં ધમધમતા એક મોટા ઘોડીપાસાના જુગારધામ પર LCB પોલીસની ટીમે બાતમીના આધારે આકસ્મિક દરોડો પાડ્યો હતો. પોલીસની આ અચાનક થયેલી કાર્યવાહીથી જુગારીઓમાં ભારે નાસભાગ મચી ગઈ હતી.

6 આરોપીઓ રંગેહાથ ઝડપાયા, જ્યારે 7 શખ્સો ફરાર

પોલીસની આ રેડ દરમિયાન સ્થળ પરથી જુગાર રમી રહેલા રણછોડભાઈ ભરવાડ, ભાવાભાઈ રાઠોડ, ધર્મેન્દ્ર ઉર્ફે ઘોઘો પારધી, યુવરાજભાઈ ખાચર, મનસુખભાઈ પરમાર અને યાસીનભાઈ મમાણીને પકડી પાડવામાં આવ્યા છે. જોકે, પોલીસને જોતા જ સ્થળ પરથી હિંમતભાઈ ડાભી, સાગરભાઈ ભરવાડ, સુરાભાઈ, હીરાભાઈ ભરવાડ, મેહુલભાઈ ઝાપરા, વિજયભાઈ ચાવડા અને મહેશભાઈ કાળુભાઈ વસવેલીયા સહિતના શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.

Botad News LCB Raids Gambling Den Behind Military Road, Seizes Rs 4.28 Lakh Cash (2)

આ ઉપરાંત જુગાર રમાડવા સાથે સંકળાયેલા અન્ય ઈસમો જેવા કે મહેશભાઈ ઉર્ફે કાળુ વાજા, કિરણભાઈ બથવાર, અભિષેકભાઈ સોલંકી અને વિશાલભાઈ ભરવાડનાં નામ પણ તપાસમાં સામે આવ્યા છે.

રૂ. 4,28,350 ની રોકડ રકમ જપ્ત

પોલીસે જુગારધામ પર કરેલી આ કાર્યવાહીમાં દાવ પર લગાવેલા તથા જુગારના સાધનો સાથે કુલ રૂપિયા 4,28,350 ની રોકડ રકમ જપ્ત કરી છે. પોલીસ દ્વારા પકડાયેલા આરોપીઓ સામે જુગાર ધારા હેઠળ કાયદેસરની ગુનો નોંધીને ફરાર થયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે સઘન તપાસ અને ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.


આ પણ વાંચો: Explainer: શું તમે આઈસક્રીમના ફ્રોઝન ડેઝર્ટ તો નથી ખાતાને! ખરીદતા પહેલા આ જાણી લો નહીંતર...!