જંબુસરમાં વર્ષ 2021માં ઝડપાયેલા 59.850 કિલો ગાંજાના કેસમાં ભરૂચની એનડીપીએસ કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે જંબુસરની અજમેરી નગરીના રહેવાસી ઇસ્માઇલ ઉર્ફે લીલુ શેખને 10 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત આરોપીને 1 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. જો આરોપી દંડની રકમ નહીં ભરે તો તેને વધુ 1 વર્ષની કેદ ભોગવવી પડશે.
2021માં આરોપીના ઘરેથી મળ્યો હતો ગાંજો
આ સમગ્ર કેસ વર્ષ 2021નો છે. તે સમયે જંબુસરમાં પોલીસને બાતમી મળી હતી કે આરોપીના ઘરે ગાંજાનો જથ્થો રાખવામાં આવ્યો છે. પોલીસકર્મી સાગરભાઈ મનસુખભાઈને મળેલી બાતમીના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ઇસ્માઇલ ઉર્ફે લીલુ શેખના ઘરેથી 59.850 કિલો ગાંજો મળી આવ્યો હતો.
