પૂર્વ કચ્છ જિલ્લામાં ગેરકાયદે વસવાટ કરતા વિદેશી નાગરિકો વિરૂદ્ધ પોલીસ તંત્ર દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. બાતમીના આધારે પૂર્વ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) ની ટીમે મેઘપર બોરીચી વિસ્તારમાં આવેલા એક બીજ નજીક સફળ દરોડો પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સાથી સિક્ધાર અને મિનારા બેગમ ઝડપાઈ

પોલીસની આ કાર્યવાહી દરમિયાન મૂળ બાંગ્લાદેશની વતની હોવા છતાં ભારતમાં કોઈપણ પ્રકારના આધારભૂત અને વૈધ દસ્તાવેજો કે વિઝા વિના ગેરકાયદે રીતે રહેતી બે મહિલાઓને ઝડપી પાડવામાં આવી છે. પકડાયેલી મહિલાઓમાં સાથી સિક્ધાર અને મિનારા બેગમનો સમાવેશ થાય છે.

આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

પૂર્વ કચ્છ એસઓજી દ્વારા આ બંને બાંગ્લાદેશી મહિલાઓની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે, તેમજ તેઓ કયા હેતુસર અને કોની મદદથી અહીં આવ્યા હતા તે અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા આ મામલે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી આગળની સઘન તપાસ આદરવામાં આવી છે.


આ પણ વાંચો: Kutch District Panchayat Election: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા સરપંચ પદનું રોટેશન જાહેર, જાણો 75 ગામની યાદી