મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેંક સાથે રૂ. 10.88 કરોડની મસમોટી છેતરપિંડી આચરવાનો કિસ્સો પ્રકાશમાં આવતાં ઉત્તર ગુજરાતના બેંકિંગ ક્ષેત્રમાં ભારે હડકંપ મચી ગયો છે. બેંકમાં ગીરવે મૂકેલી દુકાનો અને મિલકતોના બોગસ દસ્તાવેજો બનાવીને બારોબાર વેચી મારવાના કૌભાંડમાં 'શ્રીજી કોર્પોરેશન' અને 'ક્યોર હેલ્થ' ના સંચાલકો સામે પોલીસ ચોપડે ગુનો નોંધાયો છે.

બોગસ દસ્તાવેજો બનાવી આચર્યું કૌભાંડ

પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપીઓએ બેંકની જાણ બહાર અને છેતરપિંડી કરવાના ઇરાદાથી આ મોર્ગેજ કરેલી મિલકતોના ખોટા તથા બનાવટી કાગળો ઊભા કરીને તેને ત્રીજી જ વ્યક્તિને બારોબાર વેચી દીધી હતી. આ રીતે આરોપીઓએ બેંક સાથે રૂ. 10,88,00,000 થી વધુ રકમની વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હતી.

3 શખ્સો સામે નામજોગ ફરિયાદ

આ કૌભાંડ આચરવા બદલ બેંકના અધિકારીઓની ફરિયાદના આધારે રાજેશકુમાર, હેતલબેન પટેલ સહિત 3 શખ્સો સામે નામજોગ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આ મામલે આર્થિક ગુના નિવારણ શાખા ની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. કૌભાંડમાં બેંકના કોઈ અન્ય કર્મચારી કે અધિકારીની મિલીભગત છે કે કેમ તે દિશામાં પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. 


આ પણ વાંચો   :     Sandesh Indepth : ગુજરાતમાં તો અલ-નીનોની અસર હતી તો પછી એવું શું થયું કે 14 કલાકમાં અનેક સ્થળે 16 ઇંચ વરસાદ ખાબક્યો?