મહેસાણા શહેરમાંથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ગંભીર સવાલો ઊભા કરતી એક ઘટના સામે આવી છે. મહેસાણા શહેરના વ્યસ્ત ગણાતા રાધનપુર રોડ પર આવેલા ગોલ્ડન સ્કવેરની આસપાસ અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. અહીં ફટાકડા ફોડવા જેવી સાવ સામાન્ય બાબતમાં આવેશમાં આવીને કેટલાક અસામાજિક તત્વો દ્વારા એક યુવક પર અત્યંત ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો.
યુવક પર છરીના ઘા ઝીંકાયા, ગળા અને હાથ પર 12 ટાંકા આવ્યા
પ્રાપ્ત વિગતો અનુસાર, આરોપીઓએ ઉશ્કેરાઈને યુવક પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલા યુવકને શરીરના વિવિધ ભાગોએ ગંભીર ઈજાઓ પહોંચી છે. યુવકના ગળા અને હાથના ભાગે ગંભીર ઘા વાગતા 12 ટાંકા આવ્યા છે. ઘટના બાદ લોહીલુહાણ હાલતમાં ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.


