નવસારી શહેરમાં ગણેશ ઉત્સવ પૂર્વે યોજાયેલી ગણપતિ આગમન યાત્રા દરમિયાન ધ્વનિ પ્રદૂષણ ફેલાવનારાઓ સામે ટાઉન પોલીસે કડક વલણ અપનાવ્યું છે. નિયમોનું ઉલ્લંઘન કરીને અતિશય ઘોંઘાટ સાથે ડીજે વગાડવા બદલ પોલીસે સ્થાનિક કોર્પોરેટરના પુત્ર સહિતના આયોજકો સામે કાર્યવાહી કરી અટકાયત કરી છે.

પોલીસની સૂચનાનો અનાદર કરી ડીજે ચાલુ રખાવ્યું

ગણપતિ આગમન પ્રસંગે આયોજકો દ્વારા મોટેથી ડીજે વગાડવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન સ્થળ પર તૈનાત નવસારી ટાઉન પોલીસ દ્વારા ધ્વનિ પ્રદૂષણ અટકાવવા અને ડીજેનો અવાજ ધીમો કરવા કે બંધ કરવા સૂચના આપવામાં આવી હતી. આમ છતાં, કોર્પોરેટર પુત્ર મયુર કહારે પોલીસની સૂચનાને અવગણીને સતત ઘોંઘાટ સાથે ડીજે ચાલુ રખાવ્યું હતું.

Navsari News: Corporator's Son Arrested for Playing Loud DJ in Ganpati Agaman

ટાઉન પોલીસે કરી કડક અટકાયતી કાર્યવાહી

પોલીસની તાકીદ છતાં નિયમોનો અનાદર કરવામાં આવતા નવસારી ટાઉન પોલીસે તુરંત કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ધ્વનિ પ્રદૂષણ ફેલાવનારા ગણપતિ આગમનના આયોજક અને કોર્પોરેટર પુત્ર મયુર કહારની અટકાયત કરી કાનૂની પગલાં લીધા છે.

Navsari News: Corporator's Son Arrested for Playing Loud DJ in Ganpati Agaman

રૂ. 93,000 થી વધુનો મુદ્દામાલ જપ્ત

પોલીસે નિયમભંગ બદલ ડીજે સિસ્ટમ, સાઉન્ડના સાધનો સહિત કુલ રૂ. 93,000 થી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીથી કાયદો અને વ્યવસ્થાનું પાલન ન કરનારા તત્વોમાં ફાફડાટ વ્યાપી ગયો છે. પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, તહેવારોની ઉજવણી દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કે ધ્વનિ પ્રદૂષણ ચલાવી લેવામાં આવશે નહીં.


https://twitter.com/sandeshnews/status/2088284543128338695


આ પણ વાંચો - 15 August Top News: 15 ઓગસ્ટના રોજ બનનારી મહત્વની ઘટનાઓ