પોરબંદરની ચર્ચાસ્પદ છેલાણા ગેંગ મામલે જમીન ખરીદી અંગે મોટો ખુલાસો થયો છે. બોગસ ખેડૂત બની જમીન ખરીદવામાં આવી હોવાની તપાસમાં વિગતો સામે આવ્યા બાદ તંત્ર દ્વારા 23.5 વીઘા જમીન સરકાર હસ્તક કરવામાં આવી છે. આ મામલે વર્તમાન જંત્રીના ત્રણ ગણા લેખે રૂ. 84,28,314નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. સમગ્ર પ્રકરણમાં જવાબદાર અધિકારીઓની ભૂમિકા સામે પણ સવાલો ઊભા થયા છે.
ખેડૂત ન હોવા છતાં પત્નીના નામે જમીન ખરીદી
મળતી વિગતો મુજબ, છેલાણા ગેંગ સાથે સંકળાયેલા આ પ્રકરણમાં પત્ની રૂપીબેન ખાતેદાર ખેડૂત ન હોવા છતાં તેમના નામે જમીન ખરીદવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ખેડૂત હોવાની પાત્રતા ન હોવા છતાં જમીન ખરીદી કરવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે.
ચિકાસા અને ગોસા ગામે 23.5 વીઘા જમીન
ચિકાસા અને ગોસા ગામમાં કુલ 23.5 વીઘા જમીન ખરીદવામાં આવી હતી. આ જમીન બોગસ રીતે ખરીદવામાં આવી હોવાની વિગતો સામે આવ્યા બાદ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
જમીન શ્રી સરકાર કરવામાં આવી
તંત્ર દ્વારા તપાસ બાદ વિવાદિત જમીન શ્રી સરકાર કરવામાં આવી છે. આ ઉપરાંત વર્તમાન જંત્રીના ત્રણ ગણા લેખે કુલ રૂ. 84,28,314નો દંડ ફટકારવામાં આવ્યો છે. આ કાર્યવાહીથી છેલાણા ગેંગ સાથે જોડાયેલા જમીન વ્યવહારો ફરી ચર્ચામાં આવ્યા છે.
જવાબદાર અધિકારીઓની ભૂમિકા સામે સવાલો
આ સમગ્ર પ્રકરણમાં માત્ર બોગસ રીતે જમીન ખરીદાઈ હોવાનો મુદ્દો જ નહીં, પરંતુ જમીન ખરીદીની પ્રક્રિયા દરમિયાન સંબંધિત દસ્તાવેજોની તપાસ કેવી રીતે થઈ અને જમીન વ્યવહારને મંજૂરી આપનાર અધિકારીઓની શું ભૂમિકા હતી તેવા સવાલો પણ ઊભા થયા છે. હવે આ મામલે જવાબદાર અધિકારીઓ સામે પણ તપાસ થાય છે કે કેમ તેના પર સૌની નજર છે.