મોરબી-રાજકોટ હાઇવે પરથી ગેરકાયદે દારૂની હેરાફેરી સામે ટંકારા પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. બાતમીના આધારે પોલીસે હાઇવે પર શંકાસ્પદ કારને અટકાવીને તપાસ હાથ ધરતા દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. બૂટલેગરો પોલીસથી બચવા માટે વાહનમાં ખાસ પ્રકારની ટેકનીકનો ઉપયોગ કરી હતી, પરંતુ પોલીસે તેમની ચાલાકી નિષ્ફળ બનાવી દીધી હતી.
કારમાં ખાસ ચોરખાનું બનાવી ચાલી રહી હતી હેરાફેરી
પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, બૂટલેગરોએ કારમાં ગુપ્ત ચોરખાનું તૈયાર કર્યું હતું. આ ચોરખાનામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડીને બોર્ડર પારથી હેરાફેરી કરવામાં આવી રહી હતી. ટંકારા પોલીસે વાહનની કાળજીપૂર્વક તલાશી લેતા ચોરખાનામાંથી કુલ 1248 નંગ વિદેશી દારૂના ચપલા મળી આવ્યા હતા, જેને પોલીસે તાત્કાલિક ધોરણે જપ્ત કરી લીધા છે.

