સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં અસામાજિક પ્રવૃત્તિઓ અને દારૂની હેરાફેરી સામે પોલીસે લાલ આંખ કરી છે. ધ્રાંગધ્રાના વસાડવા ચોકડી ખાતે આવેલા ત્રણ રસ્તા સામે રોડ પરથી પસાર થઈ રહેલી એક શંકાસ્પદ ઈનોવા ગાડીને પોલીસે આંતરી હતી. પોલીસને મળતી ચોક્કસ બાતમીના આધારે અગાઉથી જ વોચ ગોઠવીને આ સફળ કામગીરી કરવામાં આવી હતી.

લાખો રૂપિયાનો દારૂ અને બિયર કબ્જે

પોલીસ ટીમે ઈનોવા ગાડીની તલાશી લેતા તેમાંથી મોટી માત્રામાં ગેરકાયદે વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ગાડીમાંથી અલગ અલગ બ્રાન્ડના પ્લાઝા ચપલા નંગ 1728 તથા બિયર ટીન નંગ 216 જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસના અંદાજ મુજબ મળી આવેલા આ વિદેશી દારૂના જથ્થાની કુલ કિંમત રૂ. 2,76,408 આંકવામાં આવી છે.

કુલ રૂ. 12.76 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલી સફેદ રંગની ઈનોવા ક્રિસ્ટા ગાડી જેની કિંમત રૂ. 10,00,000) થાય છે તેને પણ પોલીસે ઘટના સ્થળેથી કબ્જે કરી છે. દારૂ અને વાહન મળીને પોલીસે કુલ રૂ. 12,76,408 નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગુનો દાખલ કરી તપાસ તેજ કરાઈ

આ મામલે પોલીસે ઈનોવા ગાડીના ચાલક, માલિક તેમજ આ રેકેટમાં સંકળાયેલા અન્ય આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.


આ પણ વાંચો: 24 October Top News: મતદાર યાદીમાં મોટું કૌભાંડ, 21 લાખ કરોડ સ્વાહા, કઈ વાતનો ભય?