સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ખંપાળીયા ગામે ખનિજ ચોરી સામે વહીવટી તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગામના સર્વે નંબર 50 વાળી સરકારી જમીનમાં ગેરકાયદે રીતે સફેદ માટીનું ખનન થઈ રહ્યું હોવાની બાતમીના આધારે આ દરોડો પાડવામાં આવ્યો હતો.

રૂ. 67 લાખનો મુદ્દામાલ જપ્ત

સ્થળ તપાસ દરમિયાન તંત્ર દ્વારા ગેરકાયદે ખનન પ્રવૃત્તિમાં ઉપયોગમાં લેવાતા સાધનો જપ્ત કરવામાં આવ્યા છે. જેમાં 1 હિટાચી મશીન અને માટીની હેરાફેરી કરતો 1 ટ્રક (પાટલો) સહિત કુલ રૂ. 67 લાખનો માલસામાન કબજે કરી મૂળી મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો છે.

Surendranagar News: Illegal white clay mining worth Rs 67 lakh busted in Khampaliya village, Muli

મુખ્ય આરોપી સામે ગુનો નોંધાયો

આ ગેરકાયદે ખનન પ્રકરણમાં સંડોવાયેલા મુખ્ય આરોપી રણછોડભાઈ ભુરાભાઈ રબારી (રહે. ખંપાળીયા) વિરુદ્ધ કાયદેસરની પોલીસ ફરિયાદ નોંધી ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Surendranagar News: Illegal white clay mining worth Rs 67 lakh busted in Khampaliya village, Muli

કડક કાયદાકીય કાર્યવાહી

સમગ્ર મામલે ગુજરાત મિનરલ રૂલ્સ 2017 (Gujarat Mineral Rules 2017) ની જોગવાઈઓ મુજબ નાયબ કલેક્ટર દ્વારા આગળની દંડાત્મક અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેનાથી ખનિજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે.


આ પણ વાંચો: Surendranagar News: ચોટીલામાં પાણી અને ચારાનો અભાવ, 15 ગામોમાંથી 200થી વધુ માલધારી પરિવારની હિજરત