દાહોદ જિલ્લાના ફતેપુરા પંથકમાંથી તંત્રની લાપરવાહી અને સ્થાનિકોની સાહસિકતા દર્શાવતી એક અત્યંત ગંભીર ઘટના સામે આવી છે. ફતેપુરાના ઉખરેલી રોડ પર આવેલા એક ભંગારના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. ભંગારનો જથ્થો હોવાને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી અને નાસભાગ મચી ગઈ હતી.
સ્થાનિકોએ પાણીનો છંટકાવ કરી ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબૂ
પ્રાપ્ત વિગતો અનુસાર, ગોડાઉનમાં આગ લાગવાની જાણ થતાં જ આસપાસના લોકોનાં ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યાં હતાં. આગ આસપાસના મકાનો કે દુકાનો સુધી ન ફેલાય તે માટે સ્થાનિક રહેવાસીઓએ પોતાની સૂઝબૂઝ અને સાહસ દાખવીને જાતે જ પાણીનો છંટકાવ કરવાનું શરૂ કર્યું હતું. સ્થાનિક લોકોએ ભારે જહેમત અને સંઘર્ષ બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મેળવી હતી.
