બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી છે. તંત્રને મળેલી માહિતીના આધારે 'મેસર્સ પ્રકાશ ગૃહ ઉદ્યોગ' નામના સ્થળે અચાનક ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી. દરોડા દરમિયાન અધિકારીઓને જાણવા મળ્યું હતું કે આ ગૃહ ઉદ્યોગમાં સરકારના જરૂરી પરવાના (લાઇસન્સ) મેળવ્યા વિના જ ગેરકાયદેસર રીતે કોર્ન પફ અને કોર્ન બોલનું મોટાપાયે ઉત્પાદન અને વેચાણ કરવામાં આવી રહ્યું હતું. નિયમોના ખુલ્લેઆમ ઉલ્લંઘનને પગલે અધિકારીઓએ સ્થળ પર જ સઘન તપાસ શરૂ કરી હતી.

બાળ આરોગ્ય સાથે ખીલવાડ અને 37 હજારનો જથ્થો સીઝ

તપાસ દરમિયાન સૌથી ચિંતાજનક બાબત એ સામે આવી હતી કે કોર્ન પફ અને કોર્ન બોલમાં ખાદ્ય સામગ્રી માટે મંજૂર ન હોય (નોન-પરમિટેડ) તેવા હાનિકારક કલરની હાજરી મળી આવી હતી. વધુમાં, નાના બાળકોને આકર્ષવા માટે કાર્ટૂન કેરેક્ટરના નામે આ બિનઆરોગ્યપ્રદ નાસ્તાનું ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવી રહ્યું હતું. આ મામલે ફૂડ વિભાગની ટીમે ત્વરિત કાર્યવાહી કરીને સ્થળ પરથી નોન-પરમિટેડ કલર ધરાવતો અને ગેરકાયદે ઉત્પાદિત થયેલો કુલ 301 કિલો કોર્ન પફ અને કોર્ન બોલનો જથ્થો, જેની કિંમત રૂ.37,000થી વધુ થાય છે, તેને સ્થળ પર જ સીઝ કરી લીધો હતો.

Food department raids in Deesa

સેમ્પલ લેબમાં મોકલાયા અને કાયદેસરની કાર્યવાહી

ખોરાક અને ઔષધ વિભાગની ટીમે જથ્થો સીઝ કરવાની સાથે ખાદ્ય સામગ્રીના જરૂરી નમૂના (સેમ્પલ) લઈને વધુ લેબોરેટરી પરીક્ષણ અર્થે મોકલી આપ્યા છે. બાળકોના સ્વાસ્થ્ય સાથે ખીલવાડ કરનાર અને બિનાધિકૃત રીતે ગૃહ ઉદ્યોગ ચલાવનાર સંચાલકો સામે કાયદાકીય કડક પગલાં ભરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ડીસામાં ફૂડ વિભાગની આ ત્વરિત અને સખત કાર્યવાહીથી ભે ભે ભેળસેળિયા વેપારીઓ અને અખાદ્ય સામગ્રીનું વેચાણ કરતા તત્વોમાં ભારે ફાફડાટ વ્યાપી ગયો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો