બનાસકાંઠા જિલ્લાના ધાનેરાના NDPS આરોપીએ પોલીસ હાથમાંથી કરેલા ભાગવાના પ્રયાસનો મામલો વધુ વિગતો સાથે સામે આવ્યો છે. ધાનેરા પોલીસ આરોપી અશોક બિસ્નોઈને રિમાન્ડ દરમિયાન તપાસ અર્થે ભરૂચ લઈ જઈ પરત ફરી રહી હતી ત્યારે ધાનેરા પહોંચતા પહેલા સામરવાડા ગામ નજીક આરોપીએ PIની સર્વિસ રિવોલ્વર છીનવવાનો પ્રયાસ કરી પોલીસ વાન ચાલક પર હુમલો કર્યો હતો. પરિસ્થિતિ વણસતા ધાનેરા PIએ સ્વબચાવમાં આરોપીના પગ પર એક રાઉન્ડ ફાયરિંગ કરી તેને ઝડપી લીધો છે.

PIની સર્વિસ રિવોલ્વર છીનવી પોલીસ વાન ચાલક પર કર્યો હુમલો

પ્રાપ્ત વિગતો અનુસાર, NDPSના ગુનામાં ઝડપાયેલા રાજસ્થાનના આરોપી અશોક બિસ્નોઈને ધાનેરા પોલીસ રિમાન્ડ દરમિયાન તપાસ અર્થે ભરૂચ લઈ ગઈ હતી અને ત્યાંથી પરત ફરી રહી હતી ત્યારે આ ઘટના બની હતી. પોલીસ આરોપીને લઈ પરત ધાનેરા પહોંચે તે પહેલા સામરવાડા ગામ નજીક આરોપી અશોક બિસ્નોઈએ PIની સર્વિસ રિવોલ્વર છીનવવા પ્રયાસ કર્યો હતો.આરોપીએ PIની રિવોલ્વર છીનવવા પ્રયાસ કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને પોલીસ વાન ચાલક પર હુમલો કર્યો હતો. આરોપીએ નાસવાનો પ્રયાસ કરતા અને પોલીસ કર્મચારીઓ પર જોખમ ઊભું થતાં ધાનેરા PIએ આરોપી અશોક બિસ્નોઈના પગ પર એક રાઉન્ડ ફાયર કરી સ્વબચાવ કર્યો હતો અને તેને ઝડપી લીધો હતો.

આરોપી અને પોલીસ વાન ચાલક બંને સારવાર અર્થે હોસ્પિટલમાં

પગ પર ગોળી વાગવાના કારણે આરોપી અશોક બિસ્નોઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે. આ સાથે જ આરોપીના હુમલાનો ભોગ બનેલા પોલીસ વાન ચાલકને પણ ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હાલ સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરી વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:  29 November Top News: બંગાળની ખાડીમાં ચક્રવાતનું સંકટ, મન કી બાતનો 140 મો એપિસોડ PM મોદી સંબોધશે...