રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં એક તરફ કમોસમી વરસાદની સ્થિતિ જોવા મળી છે, તો બીજી તરફ ધોરાજી નગરપાલિકા તંત્રની અણઆવડત અને ઘોર બેદરકારીને કારણે પીવાના શુદ્ધ પાણીનો મોટા પાયે વેડફાટ થઈ રહ્યો છે. ધોરાજીના વ્યસ્ત ગણાતા બસ સ્ટેન્ડ રોડ પર પીવાના પાણીની મુખ્ય લાઈન અચાનક તૂટી જવાથી હજારો લીટર પાણી શહેરના મુખ્ય માર્ગો પર વહેતું થયું હતું.
ખરાવડ પ્લોટ અને સરદાર ચોક સુધી પાણી પાણી
પાણીની લાઈનમાં સર્જાયેલા ભંગાણને કારણે ધોરાજીના જેતપુર રોડથી ખરાવડ પ્લોટ તેમજ સરદાર ચોક વિસ્તાર સુધીના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. લાખો લિટર શુદ્ધ પીવાનું પાણી ગટર કે રસ્તા પર વહી જવાથી સ્થાનિક રહેવાસીઓમાં નગરપાલિકા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
