જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે પોલીસ દ્વારા દારૂબંધીના કાયદાના અમલ હેઠળ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટ-જામનગર હાઈવે પર ધ્રોલના સોયલ ટોલનાકા પાસેથી પોલીસે વિદેશી દારૂ ભરેલો એક ટ્રક ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન દારૂની 72,000 નાની બોટલો એટલે કે 1,500 પેટીઓ મળી આવી છે.

રૂ.82 લાખથી વધુનો મુદ્દામાલ કબજે

પ્રાપ્ત વિગતો અનુસાર, પોલીસે વિદેશી દારૂના આ જંગી જથ્થા સાથે ટ્રક અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ.82 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. આટલી મોટી માત્રામાં દારૂની હેરાફેરી ઝડપાતા બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

4 શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ

આ સમગ્ર મામલે ધ્રોલ પોલીસે ચાર શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલા મુદ્દામાલ અને આરોપીઓની પૂછપરછના આધારે આ દારૂનો જથ્થો ક્યાંથી લવાયો હતો અને કોને પહોંચાડવાનો હતો તે અંગે વધુ તપાસ ચાલી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો