બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે રાજ્યકક્ષાના વાહન વ્યવહાર મંત્રી પ્રવિણ માળીએ દિવાળીના પાવન પર્વ નિમિત્તે એક પ્રેરણાદાયક પહેલ કરી છે. તહેવારોના દિવસોમાં પણ પોતાના પરિવારથી દૂર રહીને જનતાની સેવા માટે ફરજ બજાવતા એસટી વિભાગના કર્મચારીઓનો ઉત્સાહ વધારવા માટે મંત્રી પાલનપુર એસટી વર્કશોપ ખાતે પહોંચ્યા હતા અને તેમની સાથે દીપોત્સવની ઉજવણી કરી હતી.

ડ્રાઇવર અને કંડક્ટર સાથે આત્મીય સંવાદ

પાલનપુર એસટી વર્કશોપ ખાતે મંત્રી પ્રવિણ માળીએ ઉપસ્થિત રહેલા તમામ એસટી બસ ડ્રાઇવરો અને કંડક્ટરો સાથે આત્મીયતાથી વાતચીત કરી હતી. તહેવારની રજાઓમાં પણ મુસાફરોની સુવિધા માટે રાઉન્ડ ધ ક્લોક સેવા આપતા કર્મચારીઓની કામગીરીને મંત્રીએ બિરદાવી હતી અને તેમની મુશ્કેલીઓ તેમજ કામકાજ અંગે પૂછપરછ કરી હતી.

Banaskantha News: Minister Praveyn Mali Celebrates Diwali 2026 with ST Employees in Palanpur

મીઠાઈ ખવડાવી મોં મીઠું કરાવી પાઠવી શુભેચ્છાઓ

તહેવારોના સમયમાં પરિવારની ખુશીઓ છોડીને પોતાની ફરજને પ્રાથમિકતા આપનારા એસટી વિભાગના કર્મયોગીઓનું મંત્રી પ્રવિણ માળીએ પોતાના હસ્તે મોં મીઠું કરાવ્યું હતું. તમામ કર્મચારીઓને દિવાળી તથા નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવતા મંત્રીએ જણાવ્યું હતું કે, એસટી કર્મચારીઓ એ રાજ્યની પરિવહન વ્યવહારની કરોડરજ્જુ સમાન છે, અને તેમની આ સનિષ્ઠાને કારણે જ લાખો લોકો પોતાના પરિવાર સાથે તહેવારો ઉજવી શકે છે.

https://x.com/sandeshnews/status/2119338161591799810?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2119338161591799810%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=


આ પણ વાંચો: Banaskanthaમાં રફતારનો કહેર: ઉણ ગામ નજીક અજાણ્યા વાહનની ટક્કરે હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત!