સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા સ્થિત જગતમંદિરમાં બિરાજમાન ભગવાન દ્વારકાધીશ પ્રત્યે ભક્તોની અનન્ય આસ્થા અને અતૂટ શ્રદ્ધાનું વધુ એક અનોખું ઉદાહરણ સામે આવ્યું છે. શ્રીજીના પરમ વૈષ્ણવ અને વડોદરાથી આવેલા પગપાળા યાત્રા સંઘ દ્વારા ભગવાન દ્વારકાધીશના ચરણોમાં અંદાજે 50 ગ્રામ સોનામાંથી તૈયાર કરાયેલું અમૂલ્ય સિરપેચ અર્પણ કરવામાં આવ્યું છે.

વડોદરાના માંજલપુરથી દ્વારકા પગપાળા યાત્રા સંઘ દ્વારા વિશેષ અર્પણ

મળતી વિગતો અનુસાર, વડોદરાના માંજલપુર વિસ્તારમાંથી ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે પગપાળા યાત્રા સંઘ દ્વારકા પહોંચ્યો હતો. આ પગપાળા યાત્રા સંઘ અને શ્રીજીના પરમ વૈષ્ણવ દ્વારા અખૂટ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે કાળિયા ઠાકોરને અંદાજે 50 ગ્રામ શુદ્ધ સોનામાંથી કલાત્મક રીતે ઘડવામાં આવેલું સિરપેચ સમર્પિત કરવામાં આવ્યું હતું.

મંદિર પરિસરમાં ભક્તિભાવનો અનોખો માહોલ સર્જાયો

ભગવાન દ્વારકાધીશ પ્રત્યેની અનન્ય આસ્થા અને વૈષ્ણવ પરંપરાની ભક્તિનું આ અનોખું ઉદાહરણ જોઈને ઉપસ્થિત શ્રદ્ધાળુઓ ભાવવિભોર બન્યા હતા. ભગવાનના ચરણોમાં સોનાનું સિરપેચ અર્પણ કરવામાં આવતા સમગ્ર જગતમંદિર પરિસર 'જય દ્વારકાધીશ'ના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું અને અત્યંત ભક્તિભાવનો માહોલ સર્જાયો હતો.

આ પણ વાંચો: Junagadh: દોલતપરા માર્કેટયાર્ડ ગેટ પાસે સિક્યુરિટી ગાર્ડને લાકડી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપનાર બે આરોપીઓ ઝડપાયા