ગાંધીધામ શહેરમાં વેપારીને બે ભાગસોરા ભાગના નીકળતા પૈસા પેટે રૂ.2.11 કરોડના ચેક આપ્યા હતા.પરંતુ આ ચેક બેંકમાં અપૂરતા ભંડોળના કારણે પરત ફર્યા હતા.ત્યારે આ મામલે ગાંધીધામ કોર્ટે ધાક બેસાડતો હુકમ કર્યો હતો.બાદ બંને ભાગીદારોને 1 વર્ષની સજા તથા રૂપિયા 4.22 કરોડ ચૂકવવા આદેશ કર્યો હતો.
ત્રણેય ભાગીદારો વચ્ચે અંતર્ગત વિવાદ થયો હતો
પ્રાપ્ત વિગતો મુજબ વેપારી ભવનેશ ઉર્ફે પંડ્યા,કાંતિલાલ દેવજી પટેલ,દિનેશ ભગવાનજી મારવાણીયા જેઓ ત્રણેય ભચાઉ તાલુકાના ચોપડવા મધ્યે રંગોલી વુડઝ પ્રાઇ.લી વેપાર શરૂ કર્યો હતો.જેમાં ભવનેશ પંડ્યાની 30 ટકાની ભાગીદારી હતી.ત્રણેય ભાગીદારો વચ્ચે અંતર્ગત વિવાદ થયો હતો.બાદ વેપારમાંથી 30 ટકા શેર હોલ્ડિંગ પાર્ટ કાનજી ભાઈજી અને નાનજી નાથુ ભાઈજીને વેચી દેવાનું નક્કી કર્યું હતું.તેમજ 30 ટકા હિસ્સો ભવનેશનો રાખવાનું નક્કી કરાયું હતું.વેપારી અને ભાગીદારો વચ્ચે મનમેળ ન બેસતા ભવનેશ અલગ થવાનું નક્કી કર્યું હતું.જેમાં ભાગ પેટે રૂ.2,11,00,000નો ચેક આપ્યો હતો.આ ચેક બેંકમાં રજૂ કરાતાં અપૂરતા ભંડોળના કારણે પરત ફર્યો હતો. વેપારીએ બંને આરોપી પાર્થ કાનજી ભાઈજી અને નાનજી નાથુ ભાઈજી વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.
