કચ્છ જિલ્લાના ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકની ટીમે નશાકારક પદાર્થોની હેરાફેરી સામે લાલઆંખ કરી મોટી સફળતા મેળવી છે. પડાણા ગામ પાસે આવેલી એક હોટલના પાર્કિંગ વિસ્તારમાંથી પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને એક શંકાસ્પદ પરપ્રાંતીય ઇસમને ઘાતક નશાકારક ડ્રગ્સ હેરોઇનના જથ્થા સાથે દબોચી લીધો છે.
રૂ.3.79 લાખની કિંમતનું હેરોઇન જપ્ત
પોલીસ ટીમે પડાણા નજીક હોટલના પાર્કિંગમાં દરોડો પાડી શખ્સની તલાશી લેતાં તેની પાસેથી રૂ.3.79 લાખની બજાર કિંમતનું હેરોઇન મળી આવ્યું હતું. પોલીસે ત્વરિત કાયદાકીય કાર્યવાહી કરીને હેરોઇનનો જથ્થો જપ્ત કર્યો હતો અને નશાના નેટવર્ક સાથે જોડાયેલા ઇસમની અટકાયત કરી લીધી હતી.
