પંચમહાલ જિલ્લામાંથી વાહનમાં આગ લાગવાની એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગોધરા-દાહોદ હાઈવે પર આવેલા મુનલાઈટ સિનેમા પાસે પૂરપાટ જતી એક કારમાં અચાનક કોઈ અજ્ઞાત કારણોસર ભીષણ આગ ફાટી નીકળી હતી. ચાલતી કારમાં આગ લાગતાની સાથે જ આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી અને ગભરાટનો માહોલ સર્જાઈ ગયો હતો.
હાઈવે પર ચાલતી કારમાં અચાનક ફાટી નીકળી આગ
પ્રાપ્ત વિગતો અનુસાર સદનસીબે કારમાં સવાર લોકોએ સમયસૂચકતા વાપરીને તુરંત જ ગાડીમાંથી બહાર નીકળી જવામાં સફળતા મેળવી હતી, જેના કારણે કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી. અચાનક લાગેલી આગ એટલી વિકરાળ હતી કે સ્થાનિક લોકો પણ મદદે દોડી આવ્યા હતા.
