સાબરકાંઠા જિલ્લાના મુખ્યાલય હિંમતનગર સ્થિત જાણીતા સાબર સ્ટેડિયમ ખાતે પોલીસ વિભાગની પ્રતિષ્ઠિત રાજ્યકક્ષાની સ્પર્ધા ‘DGP Cup 2026’ નો ભવ્ય પ્રારંભ થયો છે. સાબરકાંઠા પોલીસના યજમાનપદે યોજાયેલા આ રમતગમતોના મહાકુંભમાં રાજ્યભરમાંથી આવેલા પોલીસ ખેલાડીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

રાજ્યભરના 26 જિલ્લાઓની પોલીસ ટીમોની સહભાગિતા

આ રાજ્યકક્ષાની સ્પર્ધામાં ગુજરાતભરના 26 જેટલા જિલ્લાઓની પોલીસ ટીમોના પરાક્રમી ખેલાડીઓએ ઉત્સાહભેર જોડાણ નોંધાવ્યું છે. પોલીસકર્મીઓમાં શારીરિક તંદુરસ્તી (ફિટનેસ), ટીમ સ્પિરિટ અને પરસ્પર ભાઈચારેની ભાવના વધુ દ્રઢ બને તેવા મુખ્ય ઉદ્દેશ્ય સાથે આ ભવ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

Sabarkantha News: DGP Cup 2026 Inaugurated at Sabar Stadium, Himatnagar

ગાંધીનગર રેન્જ IG વિરેન્દ્રસિંહ યાદવે વધાર્યો ખેલાડીઓનો ઉત્સાહ

સ્પર્ધાના શુભારંભ પ્રસંગે ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મેદાન પર ઉપસ્થિત તમામ ખેલાડીઓ સાથે મુલાકાત કરીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. આ તકે તેમણે પોલીસ જવાનોને માત્ર વિભાગીય રમતો પૂરતા મર્યાદિત ન રહેતા આગામી સમયમાં રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓ તેમજ એશિયન ગેમ્સ સુધી નામના મેળવી દેશ અને રાજ્યનું નામ રોશન કરવા માટે હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.


આ પણ વાંચો: Sabarkanthaના બડોલીમાં માસૂમ બાળકો પર કમળાનો કહેર! વધુ 5 હોસ્પિટલમાં, આંકડો 20એ પહોંચ્યો