સાબરકાંઠા જિલ્લામાંથી એક મોટા માર્ગ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. ઈડરથી હિંમતનગર તરફ જતા સ્ટેટ હાઈવે રોડ પર પૂરઝડપે દોડતી કાર અને એક્ટિવા વચ્ચે ધડાકાભેર ગમખ્વાર ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો જોરદાર હતો કે, ટક્કર બાદ અનિયંત્રિત બનેલી ઈકો કાર રોડની બાજુમાં આવેલા એક મોટા ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી અને ગાડીનો આગળનો ભાગ ઝાડની અંદર ઘૂસી ગયો હતો.

ચાર વ્યક્તિઓને ગંભીર ઈજાઓ અને ટ્રાફિકજામ

આ અકસ્માતમાં ઈકો ગાડી અને એક્ટિવા પર સવાર કુલ ચાર જેટલી વ્યક્તિઓને શરીર અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતના પગલે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ભારે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે આવનજાવન કરતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.

Sabarkantha News: Road Accident: 4 Injured After Eco Car and Activa Collide on Idar-Himmatnagar Highway

112 ની ટીમ ઘટના સ્થળે અને સિવિલ હોસ્પિટલમાં સારવાર

ઘટનાની જાણ થતા જ ઇમરજન્સી સેવા આપતી 112ની પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી તમામ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ચારેય લોકોને તરત જ સારવાર અર્થે નજીકની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે હાઈવે પરનો ટ્રાફિક ક્લિયર કરાવીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચો: Sabarkantha News: સાબર ડેરી ચેરમેન-વાઈસ ચેરમેનની ચૂંટણી જાહેર, 6 નવેમ્બરે યોજાશે મતદાન!