સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં આવેલા બડોલી ગામના ચામુંડાનગર વિસ્તારમાં આરોગ્ય વિષયક ગંભીર સ્થિતિ સર્જાઈ છે. આ વિસ્તારમાં રહેતા 12 કરતાં વધુ નાના બાળકોને એકસાથે પીળીયો (જોન્ડિસ/કમળો) ના લક્ષણો દેખાતાં અને તબિયત લથડતાં વાલીઓમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. માસ સ્તર પર ભૂલકાંઓની તબિયત બિગડવાની જાણ થતાં જ સ્થાનિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) અને સાબરકાંઠા જિલ્લા આરોગ્ય તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું.

ઇડરના બડોલીમાં 15 જેટલા બાળકોની તબિયત લથડી 

https://twitter.com/sandeshnews/status/2103810937732108381

ઈડરના બડોલીમાં કમળાનો હાહાકાર

બીમાર પડેલા તમામ બાળકોને પ્રથમ બડોલી PHC ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સઘન સારવાર અર્થે ઈડર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ 12 બાળકો ઈડર સિવિલ હોસ્પિટલમાં અને અન્ય ૩ બાળકો ખાનગી હોસ્પિટલમાં ડોક્ટરોની દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યા છે. સિવિલ હોસ્પિટલના બાળરોગ નિષ્ણાતો દ્વારા તમામ બાળકોના લોહીના સેમ્પલ લઈને કમળાના નિદાન માટે લેબોરેટરી પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવ્યા છે.

બડોલીમાં 15 બાળકોને જોન્ડિસની અસર

બડોલીમાં કમળાનો રોગચાળો ફાટી નીકળવા પાછળ ગામના કૂવામાંથી પૂરું પાડવામાં આવતું પીવાનું દૂષિત પાણી જવાબદાર હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ તાલુકા હેલ્થ ઓફિસર (THO) ની આગેવાની હેઠળ આરોગ્ય વિભાગની ટીમોએ બડોલી ગામમાં ડેરા તંબુ તાણ્યા છે. આરોગ્ય ટીમો દ્વારા પીવાના પાણીના કૂવા અને ઘર વપરાશના પાણીના સેમ્પલ એકત્રિત કરવામાં આવ્યા છે તેમજ ચામુંડાનગર વિસ્તારમાં ઘરે-ઘરે જઈને ડોર-ટુ-ડોર સર્વે હાથ ધરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Ahmedabad: નકલી કે વિકલ્પ પ્રોડક્ટ્સના લેબલિંગ અને માર્કેટિંગમાં 'પનીર' લખવા પર રોક લગાવવાની તૈયારી