જામનગર પંથકમાંથી ખેડૂતોના પ્રશ્ને એક મોટા સમાચાર સામે આવ્યા છે. જામનગર ઉંડ-1 સિંચાઈ યોજનાની ડાબા કાંઠાની કેનાલના ફલ્લા સેક્શન હેઠળ આવતા ગામોમાં તાત્કાલિક સિંચાઈનું પાણી છોડવાની પ્રબળ માગ સાથે ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા છે. પૂરતા પાણીના અભાવે ખેડૂતોની મુશ્કેલીઓ વધતા તેઓ આક્રમક મિજાજમાં જોવા મળી રહ્યા છે.
8 ગામોના ખેડૂતોને સિંચાઈ માટે પાણીની તાત્કાલિક જરૂરિયાત
ફલ્લા સેક્શન અંતર્ગત સોયલ, મજોઠ, નેસડા, વાવડી અને લીંબુડા સહિતના કુલ 8 જેટલા ગામોના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આ ગામોના સ્થાનિક ડેમો તથા નાના ચેકડેમોમાં પૂરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ ન હોવાને કારણે ખેડૂતોને પાક સંરક્ષણ અને સિંચાઈ માટે પાણીની તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ છે.


