જામનગર શહેરમાં રાત્રિના સમયે એક મોટી અકસ્માતની ઘટના સામે આવી છે. શહેરના વ્યસ્ત ગણાતા અંબર સિનેમા સર્કલ નજીકથી એક ક્રેન ભારેખમ અને ઓવરલોડ મશીન લઈને પસાર થઈ રહી હતી. તે દરમિયાન મશીનનું વજન વધારે હોવાના કારણે ક્રેનનું સંતુલન બગડ્યું હતું અને ઓવરલોડને લીધે ક્રેન રસ્તા પર જ પલટી મારી ગઈ હતી. અચાનક બનેલી આ ઘટનાના કારણે રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક લોકોમાં થોડા સમય માટે ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.
સદનસીબે મોટી જાનહાનિ ટળી
અંબર સિનેમા સર્કલ જેવા મુખ્ય માર્ગ પર ક્રેન પલટી જવાની ઘટના બની હોવા છતાં, સદનસીબે આ અકસ્માતમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી કે કોઈ વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી નથી. ઘટના સમયે આસપાસથી પસાર થઈ રહેલા વાહનચાલકો આબાદ બચાવ થતાં તંત્ર અને સ્થાનિકોએ મોટો રાહતનો શ્વાસ લીધો હતો.
