જામનગરમાં રિલાયન્સ ટાઉનશિપ ખાતે આયોજિત ભવ્ય નવરાત્રી મહોત્સવને પગલે જામનગર એરપોર્ટ પર દેશ અને દુનિયાના જાણીતા સિતારાઓનો જમાવડો યથાવત રહ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) થી લઈને બોલિવૂડ અને સાઉથ સિનેમાની નામી હસ્તીઓ જામનગરમાં પધારી રહી છે. આ તમામ મહેમાનો રિલાયન્સની નવરાત્રીમાં ગરબાની રોનક વધારશે.

MS ધોની, એટલી અને કૃતિ સેનન પહોંચ્યા જામનગર

ભારતીય ટીમને અનેક આંતરરાષ્ટ્રીય ટ્રોફીઓ અપાવનાર અને દેશભરમાં ચાહકોના દિલ પર રાજ કરનાર પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની તેમની પત્ની સાક્ષી ધોની સાથે જામનગર એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. તેમની સાથે જ સાઉથ સિનેમા અને બોલિવૂડની બ્લોકબસ્ટર ફિલ્મોના પ્રખ્યાત ડાયરેક્ટર એટલી કુમાર (Atlee) પણ તેમની પત્ની સાથે જામનગર પધાર્યા છે. એરપોર્ટ પર તેમને જોવા માટે ચાહકોનો મોટો જમાવડો જોવા મળ્યો હતો.

Celebrities gather in Jamnagar

રિલાયન્સની નવરાત્રીમાં જમાવશે રંગ

ક્રિકેટ અને સાઉથ સિનેમાના સિતારાઓ ઉપરાંત બોલિવૂડની જાણીતી અને લોકપ્રિય અભિનેત્રી કૃતિ સેનન પણ જામનગર એરપોર્ટ પર આવી પહોંચી હતી. આ તમામ હસ્તીઓ રિલાયન્સ ખાતે યોજાનારા રંગારંગ નવરાત્રી કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે હાજરી આપશે અને ગરબા મહોત્સવમાં રંગ જમાવશે. જામનગરમાં સતત વીઆઈપી સેલિબ્રિટીઝના આગમનને કારણે એરપોર્ટ તેમજ રિલાયન્સ ટાઉનશિપ વિસ્તારમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો