જામનગર મહાનગરપાલિકાની હાઉસ ટેક્સ શાખાએ બાકી મિલકત વેરાની વસુલાત માટે કડક કાર્યવાહી હાથ ધરી છે. શહેરના દરેડ જીઆઈડીસી નજીક આવેલા જેટકોના 66 કેવી સબ સ્ટેશનનો રૂ. 60.44 લાખ જેટલો હાઉસ ટેક્સ બાકી હોવાથી મહાનગરપાલિકાની ટીમે સબ સ્ટેશનને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
જેટકોના સબ સ્ટેશન સામે મનપાનાં પગલાં
જેટકોના આ સબ સ્ટેશન પર લાંબા સમયથી મિલકત વેરાની મોટી રકમ બાકી હોવાનું સામે આવ્યું છે. બાકી ટેક્સની વસુલાત માટે મનપાની હાઉસ ટેક્સ શાખાની ટીમ સ્થળ પર પહોંચી હતી અને સબ સ્ટેશન સીલ કરવાની કવાયત હાથ ધરી હતી.
