જામનગર એરપોર્ટ પર ફરી એકવાર બોલિવૂડ અને મનોરંજન જગતના જાણીતા સેલિબ્રિટીઝનો અદભુત જમાવડો જોવા મળ્યો છે. રિલાયન્સ ખાતે આયોજિત નવરાત્રીના વિશેષ રંગારંગ કાર્યક્રમમાં હાજરી આપવા માટે બોલિવૂડ સુપરસ્ટાર શાહિદ કપૂર સહિત અનેક નામી હસ્તીઓ જામનગર આવી પહોંચી છે. સેલિબ્રિટીઝના આગમનને પગલે જામનગર એરપોર્ટ પર ચાહકો અને મીડિયાનો મોટો જમાવડો જોવા મળ્યો હતો.
શાહિદ કપૂર, હર્ષ અને મેઘના સહાયકરનું સ્વાગત
એરપોર્ટ પર બોલિવૂડ અભિનેતા શાહિદ કપૂરના લેન્ડિંગ સાથે જ વાતાવરણ ઉત્સાહપૂર્ણ બની ગયું હતું. શાહિદ કપૂર ઉપરાંત પ્રખ્યાત કોમેડિયન હર્ષ અને મેઘના સહાયકર પણ જામનગર પહોંચ્યા છે. આ તમામ કલાકારો રિલાયન્સ ટાઉનશિપ ખાતે યોજાનારા નવરાત્રી મહોત્સવમાં પોતાના પરફોર્મન્સ અને હાજરીથી નવરાત્રીના ઉત્સવમાં વિશેષ રોનક ઉમેરશે.

