જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના વિસ્તારમાંથી ધરતીકંપના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતીમુજબ માળીયા હાટીના અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક જ ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા, જેના કારણે સ્થાનિક રહીશોમાં અફરાતફરી મચી ગઈ હતી.

15 મિનિટમાં બે વખત ધરતી ધ્રૂજી

આશ્ચર્યજનક બાબત એ રહી કે માત્ર 15 મિનિટના ટૂંકા ગાળામાં જ બે વખત ધરતી ધ્રૂજવાનો અહેસાસ થયો હતો. આ આંચકાની સૌથી વધુ અસર માળીયા હાટીના તેમજ અકાળા, જલધર સહિતના આસપાસના ગામોમાં જોવા મળી હતી. વારંવાર થયેલા આંચકાના કારણે પંથકના લોકોમાં ભારે દહેશત ફેલાઈ ગઈ હતી.

લોકો ઘરની બહાર દોડી આવ્યા

સુરક્ષિત રહેવાના ભાગરૂપે અચાનક આવેલા આંચકાઓને કારણે ઘરો અને દુકાનોમાં રહેલા લોકો ડરીને તાત્કાલિક બહાર ખુલ્લા મેદાનો અને શેરીઓમાં દોડી આવ્યા હતા. સદનસીબે આ હળવા આંચકાના કારણે પ્રાથમિક માહિતી મુજબ કોઈપણ પ્રકારના જાનમાલના નુકસાનના અહેવાલ પ્રાપ્ત થયા નથી, પરંતુ લોકોમાં હજુ પણ થોડો ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો