જૂનાગઢ-વંથલી-માણાવદર હાઈવે પર ડમ્પર, બાઈક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પતિ-પત્નીનું ઘટનાસ્થળે અથવા સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે અન્ય 2થી 3 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી છે. અકસ્માતને પગલે હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ત્રણ વાહનો વચ્ચે સર્જાયો અકસ્માત

મળતી માહિતી પ્રમાણે જૂનાગઢ-વંથલી હાઈવે પર ડમ્પર, બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો હતો. ત્રણેય વાહનો વચ્ચે થયેલી ટક્કર એટલી ગંભીર હતી કે તેમાં બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હતા. મૃતકો પતિ-પત્ની હોવાનું સામે આવ્યું છે.

ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા

અકસ્માતમાં અન્ય 2થી 3 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં 108ની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક જૂનાગઢની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

હાઈવે પર ટ્રાફિકજામના દૃશ્યો

અકસ્મતાને પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિકજામ સર્જાયો હતો. વાહનોની અવરજવર ખોરવાતાં રસ્તા પર ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને ટ્રાફિક વ્યવસ્થા હળવી કરાવી વાહનવ્યવહાર ફરી શરૂ કરાવ્યો હતો. 


આ પણ વાંચો :   Gujarat: ગોધરા કાંડની તપાસ પર સવાલ કેમ? IPS રાકેશ અસ્થાના સોનિયા ગાંધીના દાવા સામે આક્રમક, Video