જૂનાગઢ જિલ્લાના મેંદરડા વિસ્તારમાં PGVCL તંત્રની ગંભીર બેદરકારીને કારણે એક યુવાન કર્મચારીએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. મેંદરડામાં ફરજ બજાવતા 27 વર્ષીય ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ રાયસીંગભાઈ માલનું ચાલુ લાઇન પર વીજશોક લાગવાથી મોત નીપજ્યું હતું. આ ઘટનાને કારણે સમગ્ર પંથકમાં અને કર્મચારીઓમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
વિભાગીય લાપરવાહી અને સેફટી સામે સવાલો
પ્રાથમિક તપાસ દરમિયાન PGVCL વિભાગની ભારે લાપરવાહી સ્પષ્ટપણે સામે આવી રહી છે. ચાલુ લાઇન પર કર્મચારીને ચડાવવાની ગંભીર બેદરકારીના કારણે આ દુર્ઘટના ઘટી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ક્ષેત્ર પર કામ કરતા કર્મચારીઓની સુરક્ષા અને સેફટીના નિયમોને લઈને PGVCL તંત્રની કાર્યપદ્ધતિ સામે હવે ગંભીર સવાલો ઉભા થયા છે કે કેમ પૂરતી સાવચેતી રાખવામાં નહોતી આવી?

