મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં કરણનગર ફાટક પાસે આવેલી 'એડ્રપ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ' નામની કંપનીમાં વહેલી સવારે કામ દરમિયાન એક અતિ શરમજનક અને જીવલેણ ઘટના સામે આવી છે. ફેક્ટરીમાં સાથે કામ કરતા વર્કરો વચ્ચે ચાલી રહેલી મજાક-મસ્તી અચાનક વિકૃત સ્વરૂપ ધારણ કરી ગઈ હતી. જેમાં ચંદનકુમાર દંતાણી નામના યુવક સાથે તેના જ બે સાથી વર્કરોએ ક્રૂર મજાક કરી હતી.
કડીમાં ફેક્ટરીમાં કામ દરમિયાન મજાક બન્યો જીવલેણ
મળતી વિગતો મુજબ, મોહિતસિંગ અને વિકાસકુમાર નામના બે મિત્રોએ કામ કરતી વખતે ચંદનકુમાર દંતાણીના ગુદાના ભાગે હાઇ પ્રેશર એર પાઇપ લગાવી દીધી હતી અને હવા ચાલુ કરી દીધી હતી. પેટમાં અચાનક ભારે દબાણ સાથે હવા ભરાઈ જતાં યુવકના આંતરિક અંગો અને આંતરડામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. યુવક સ્થળ પર જ તરફડિયા મારવા લાગતાં અન્ય કર્મચારીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. તબિયત અત્યંત નાજુક બનતાં તેને તાત્કાલિક અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.
