જામનગર જિલ્લાના કાલાવડ તાલુકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આ વર્ષે અપેક્ષા કરતાં ઓછો વરસાદ નોંધાવાને કારણે ખેતરોમાં વાવેતર કરાયેલા ઉભા પાકને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી હતી. ખેડૂતોનો કિંમતી પાક સુકાઈને નિષ્ફળ ન જાય તે માટે કાલાવડ તાલુકાની બાલંભડી નાની સિંચાઈ મંડળી દ્વારા ખેડૂતોના હિતમાં બાલંભડી ડેમમાંથી કેનાલ મારફતે પિયત માટે પાણી છોડવા સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.
બાલંભડી ડેમમાંથી કેનાલ દ્વારા પિયત માટે છોડાયું પાણી
ખેડૂતોની આ ગંભીર અને વ્યાજબી રજૂઆતને રાજ્ય સરકાર તથા સ્થાનિક તંત્રે તાત્કાલિક ધ્યાને લીધી હતી. બાલંભડી ડેમમાંથી કેનાલ દ્વારા પાણી છોડવાનો આદેશ અપાતાં જ કાલાવડ શહેર અને તાલુકાના 460 ખાતેદાર ખેડૂતોમાં રાહત અને ખુશીની લાગણી છવાઈ ગઈ હતી.
