કરજણમાં NDPS કેસના આરોપી સામે તંત્રની મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આરોપી કાળુભાઈ વલિમહમદ પઠાણની દુકાન પર ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી દ્વારા સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કરીને દુકાન બનાવવામાં આવી હતી. એટલું જ નહીં, તે આ ગેરકાયદે દુકાન ભાડે આપીને ભાડું અને આવક મેળવતો હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે. સરકારી જમીન પર કરાયેલા આ દબાણ અને ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે તંત્ર દ્વારા કડક પગલાં ભરવામાં આવ્યા છે.
પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન કામગીરી
કરજણમાં NDPS કેસના આરોપી કાળુભાઈ વલિમહમદ પઠાણની દુકાન તોડી પાડવા માટે તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસની હાજરીમાં દુકાનનું ડિમોલિશન હાથ ધરાયું હતું અને સ્થળ પર તંત્રની ટીમો દ્વારા જરૂરી કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.
