અમદાવાદ-વડોદરા નેશનલ હાઇવે પર નડિયાદ નજીક એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. હાઈવે પર દોડી રહેલી એક મોંઘીદાટ લક્ઝુરિયસ જેગુઆર કારમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. નડિયાદની પીપલગ ચોકડી પાસે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે.
એન્જિન બોનેટમાંથી નીકળી જવાળાઓ, ચાલકનો આબાદ બચાવ
મળતી માહિતી અનુસાર, જેગુઆર કાર જ્યારે હાઈવે પરથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક તેના એન્જિન બોનેટના ભાગમાં શોર્ટ સર્કિટ અથવા અન્ય ટેકનિકલ ખામીના કારણે આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જોકે, કાર ચાલકે સહેજ પણ સમય ગુમાવ્યા વિના ત્વરિત સમયસૂચકતા વાપરી હતી અને કાર ઉભી રાખી તુરંત બહાર નીકળી ગયો હતો, જેના કારણે તેનો આબાદ બચાવ થયો હતો અને મોટી જાનહાનિ ટળી હતી.
