કચ્છ જિલ્લાના રેલવે કનેક્ટિવિટી અને ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા એક મહત્ત્વપૂર્ણ વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત અંજાર ખાતે ભુજ-શાલીમાર એક્સપ્રેસ ટ્રેનના નવા સ્ટોપેજનો વિધિવત શુભારંભ કરવામાં આવ્યો છે. લાંબા સમયથી સ્થાનિક લોકો અને વેપારીઓ દ્વારા કરવામાં આવી રહેલી આ માંગ પૂર્ણ થતાં અંજાર અને આસપાસના વિસ્તારના મુસાફરોમાં ભારે ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Big news for passengers of Kutch

નવા રેલવે સ્ટેશન અને 4 કાર્ગો ટર્મિનલનું લોકાર્પણ

આ કાર્યક્રમ દરમિયાન રેલવે મંત્રી દ્વારા ગોપાલપુર રેલવે સ્ટેશનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, પ્રદેશના વ્યાપાર-ઉદ્યોગને મોટો લાભ પહોંચાડવા માટે શિવલખા અને ભીમાસર GCT સહિત કુલ 4 નવીન કાર્ગો ટર્મિનલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. તે જ સમયે લિંચ GCTનું ખાતમુહૂર્ત પણ સંપન્ન કરવામાં આવ્યું હતું, જે આવનારા સમયમાં રેલવે સુવિધાઓનો વ્યાપ વધારશે.

Big news for passengers of Kutch

કચ્છના કનેક્ટિવિટી અને માલ-પરિવહનને મળશે અભૂતપૂર્વ ગતિ

અંજાર ખાતે ટ્રેનના સ્ટોપેજ અને નવા કાર્ગો ટર્મિનલ્સના પ્રારંભથી કચ્છ જિલ્લામાં રેલવે કનેક્ટિવિટી વધુ સુદ્રઢ બનશે. ઔદ્યોગિક ક્ષેત્રે માલ-સામાનના ઝડપી અને સરળ પરિવહન (કાર્ગો લોજિસ્ટિક્સ) માટે આ સુવિધાઓ આશીર્વાદરૂપ સાબિત થશે. તેનાથી પંથકના વેપાર-રોજગારને નવું બળ મળશે અને સ્થાનિક કક્ષાએ આર્થિક પ્રવૃત્તિઓ વધુ ઝડપી બનશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો