કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં બજારભાવ કરતાં સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપીને લોકો સાથે ઠગાઈ અને છેતરપિંડી આચરતી એક શાતીર ગેંગનો પશ્ચિમ કચ્છ એલસીબી (LCB) એ પર્દાફાશ કર્યો છે. આરોપીઓએ ઈન્સ્ટાગ્રામ (Instagram) પર ‘madhav571’ નામે ફેક પ્રોફાઈલ બનાવી હતી. આ આઈડી પરથી આરોપીઓ સસ્તા ભાવે સોનાના બિસ્કિટ આપવાની લોભામણી જાહેરાતો, ફોટોઝ અને વીડિયોઝ પોસ્ટ કરીને ગ્રાહકોને પોતાની જાળમાં ફસાવતા હતા.

West Kutch LCB's attack

10 અસલી અને 15 નકલી સોનાના બિસ્કિટ જપ્ત

પશ્ચિમ કચ્છ LCB ની ટીમે ચોક્કસ બાતમીના આધારે સઘન દરોડો પાડીને કુલ 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ.1.62 કરોડથી વધુની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જેમાં 1 કિલો વજન ધરાવતા 10 અસલી સોનાના બિસ્કિટ, 15 નકલી સોનાના બિસ્કિટ, એક ક્રેટા (Creta) કાર, ત્રણ ટુ-વ્હીલર વાહનો અને 9 મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે.

West Kutch LCB's attack

LCB એ પાંચેય ઠગ આરોપીઓને જેલહવાલે કર્યા

પશ્ચિમ કચ્છ LCB એ ગેરકાયદે પ્રવૃત્તિમાં સંડોવાયેલા સુલતાન કુંભાર, બસીર કાતીયર, સાજીદ કુંભાર, અસગર કાતીયર અને ફહીમ સોઢા નામના 5 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ સામે છેતરપિંડી અને ગુનાહિત ષડયંત્ર હેઠળ ગુનો નોંધી, આ ગેંગે અગાઉ અન્ય કેટલા લોકોને સસ્તા સોનાની લાલચ આપીને ઠગ્યા છે તે દિશામાં કડક પૂછપરછ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો