દેશની સરહદી સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ એવા કચ્છના દરિયાકાંઠાના વિસ્તારમાં મરીન પોલીસ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. દરિયાઈ સીમા મારફતે થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નાકેબંધી કરવાના હેતુથી 'બેબી કા કુવા'થી લઈને 'હિરણા' વિસ્તાર સુધીના 5 કિલોમીટરથી પણ વધુ લાંબા દરિયાકાંઠા પર જવાનો દ્વારા પગપાળા (ફૂટ પેટ્રોલિંગ) કરીને આકરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

Security increased on Kutch coast

શંકાસ્પદ ઈસમો અને બોટોનું સર્ચ ઓપરેશન 

આ વિશેષ બંદોબસ્ત દરમિયાન મરીન કમાન્ડોની અલગ-અલગ સજ્જ ટીમો દ્વારા દરિયાકાંઠેથી પસાર થતા શંકાસ્પદ ઈસમો, વાહનો તેમજ દરિયામાં તરતી શંકાસ્પદ બોટોનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, દરિયા કિનારાના અવાવરૂ સ્થળો, ઝાડી-ઝાંખરા અને ક્રીક વિસ્તારની ગુપ્ત ગુફાઓ કે છુપાવાના સ્થળોની પણ ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી, જેથી કોઈ અસામાજિક કે દેશવિરોધી તત્વો આશ્રય ન લઈ શકે.

Security increased on Kutch coast

ડ્રગ્સ, દાણચોરી અટકાવવા કડક નજર 

મરીન પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા આ સર્ચ ઓપરેશન ખાસ કરીને દરિયાઈ માર્ગે થતી ડ્રગ્સની ઘૂસણખોરી, સોના-ચાંદી કે અન્ય માલસામાનની દાણચોરી તથા બિનઅધિકૃત ડ્રોન ફ્લાઈંગ જેવી સંવેદનશીલ અને ગેરકાયદે હેરાફેરી અટકાવવા માટે હાથ ધરવામાં આવ્યું છે. કચ્છ સરહદે સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવીને કોઈ પણ સંદિગ્ધ પ્રવૃત્તિ સામે ત્વરિત અને કડક કાનૂની કાર્યવાહી કરવા માટે પોલીસ તંત્ર સંપૂર્ણપણે સજ્જ બન્યું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો