કચ્છ જિલ્લાની જીવાદોરી સમાન નર્મદા કેનાલમાં અવારનવાર લોકો અને મૂગા પશુઓ પડી જવાથી મોત નિપજવાના બનાવો સામે આવતા રહે છે. તાજેતરમાં રાપર તાલુકાના મોડપર ગામના પચાસ વર્ષીય રામશીભાઈ ચોંડાભાઈ કોલી અગમ્ય કારણોસર નર્મદા કેનાલમાં પડી ગયા હતા. આધેડ કેનાલમાં પડી જતા પરિવાર અને સ્થાનિક વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો અને તેમને શોધવા માટે વહીવટી તંત્ર દ્વારા વ્યાપક સ્તરે તપાસ હાથ ધરવામાં આવી હતી.

વિવિધ રેસ્ક્યુ ટીમ અને તરવૈયાઓ દ્વારા લાંબી શોધખોળ હાથ ધરાઈ

આધેડની શોધખોળ માટે રાપર નગરપાલિકાની ટીમ, ભચાઉની રેસ્ક્યુ ટીમ તેમજ વિશેષ તરવૈયાઓની ટીમોએ નંદાસરથી લઈને સુવઈ અને ભચાઉ સુધીના વિસ્તારમાં કેનાલમાં સઘન શોધખોળ ચાલુ રાખી હતી. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભચાઉના મદદનીશ કલેક્ટર અભિષેક ટાલે, મામલતદાર એચ. બી. વાઘેલા, રાપર પોલીસ ઇન્સ્પેક્ટર આર. એલ. ખટાણા તેમજ સ્થાનિક ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા સહિતના ઉચ્ચ અધિકારીઓ અને અગ્રણીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ચાલી રહેલી રેસ્ક્યુ કામગીરીની સમીક્ષા કરી હતી.

https://x.com/sandeshnews/status/2120560696920609149?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2120560696920609149%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

ડોલ્ફિન ડાઇવિંગ ટીમની મદદથી 7 દિવસ બાદ ત્રંબો પાસેથી મળ્યો મૃતદેહ

લાંબા સમય સુધી મૃતદેહ ન મળતા વહીવટી તંત્ર દ્વારા કંડલાની 'ડોલ્ફિન અંડરવોટર ડાઇવિંગ સેવાઓ' (કંપનીના માલિક જીતેન્દ્ર પંચોલી અને દિનેશ પંચોલી, ડાઇવર યશ પંચોલી તથા વીરેન્દ્ર ગઢવાલ)ની વિશેષ મદદ લેવામાં આવી હતી. આ વ્યાવસાયિક ટીમના પ્રયાસોથી આખરે ઘટનાના 7 દિવસ બાદ, રાત્રે સાડા આઠ વાગ્યાની આસપાસ ત્રંબો ગામની બાજુમાં તથા જેસડા-સુવઈની બાજુની કેનાલમાંથી આધેડનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.

Rajkot News: Rapar Narmada Canal Tragedy, Body of Missing Man Found After 7 Days of Rescue

તંત્રને રાહત મળી, મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો

સાત દિવસની લાંબી જહેમત બાદ આધેડનો મૃતદેહ મળી આવતા તંત્રએ પણ હાશકારો અનુભવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ મૃતકના પરિવારજનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. વહીવટી તંત્ર દ્વારા મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે રાપર સીએચસી ખાતે ખસેડવાની જરૂરી તજવીજ હાથ ધરવામાં આવી છે. આ દુર્ઘટનાથી મોડપર ગામમાં અને પરિવારમાં ભારે રોકકળ મચી ગઈ છે.


આ પણ વાંચો: