મહીસાગર જિલ્લાના ખેડૂતો માટે મહત્વપૂર્ણ અને રાહતદાયક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેનાથી ખાતર મેળવવા માટે ખેડૂતોએ હવે લાંબી લાઈનમાં ઊભા રહેવું પડશે નહીં. નવી વ્યવસ્થા હેઠળ ખેડૂતો હવે પોતાની જમીન અને પાકની જરૂરિયાત આધારિત ખાતરની ખરીદી કરી શકશે. ખેડૂતો સ્માર્ટફોન અને આધારકાર્ડના માધ્યમથી ઘરબેઠા સરળતાથી ખાતરની નોંધણી કરાવી શકશે, જેનાથી સમય અને શ્રમ બંનેની બચત થશે.
ઓનલાઈન રિટેલર પસંદગીની સુવિધા ઉપલબ્ધ
આ પ્રક્રિયા અંતર્ગત ખેડૂતો દ્વારા ઓનલાઈન માધ્યમથી પોતાની પસંદગીનો રિટેલર પસંદ કરીને ખાતરની નોંધણી કરાવવામાં આવશે. જમીન અને પાક મુજબ ખાતરની ઉપલબ્ધતા અને ખરીદીનું આયોજન પારદર્શક અને સુવ્યવસ્થિત બનશે, જેના કારણે ખેડૂતોને જરૂરિયાતના સમયે સમયસર ખાતર મળી રહેશે.
