મહીસાગર જિલ્લામાં માર્ગ અકસ્માતોનો સિલસિલો થમવાનું નામ નથી લઈ રહ્યો, જ્યાં સંતરામપુરથી લુણાવાડા તરફ આવી રહેલી એક ઇકો કારને અકસ્માત નડ્યો છે. મુસાફરોથી ભરેલી ઇકો કાર અચાનક સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા રસ્તા પર પલટી મારી ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં કારમાં સવાર 5 જેટલા લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.

ઈજાગ્રસ્તોને સારવાર અર્થે લુણાવાડા સરકારી હોસ્પિટલ ખસેડાયા

અકસ્માત સર્જાતા જ આસપાસના સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને તુરંત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી 108 ની ટીમે તમામ 5 ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે લુણાવાડાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ મુસાફરોને ઈજાઓ પહોંચી છે.

Mahisagar News: Road Accident, Eco Car Overturns Near Lunawada, 5 Injured

માર્ગ અને મકાન વિભાગ સામે સ્થાનિકોમાં રોષ અને રસ્તાના કામની માગ

નોંધનીય છે કે, આ જ માર્ગ પર માત્ર 2 દિવસ અગાઉ પણ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં કારમાં સવાર 3 લોકોના કરૂણ મોત નીપજ્યા હતા. સતત સર્જાતા અકસ્માતોને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રસ્તાની બિસ્માર હાલત અને ખરાબ કામગીરીને અકસ્માતનું કારણ ગણાવીને સ્થાનિક નાગરિકો દ્વારા માર્ગ અને મકાન વિભાગ પાસે સત્વરે રસ્તાનું રિપેરિંગ કામ હાથ ધરવાની ઉગ્ર માગ કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો - 18 August Top News: 18 ઓગસ્ટના રોજ બનનારી મહત્વની ઘટનાઓ