સંતરામપુર તાલુકામાં માનવતા શરમાવે તેવી અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે. સંતરામપુરના ઝાલદડા ગામે રહેતા આશિષભાઈ ભુરીયા અને તેમની પત્ની વચ્ચે કોઈ કૌટુંબિક બાબતે ઉગ્ર ઝઘડો થયો હતો. આ ઝઘડા દરમિયાન આવેશ અને ગુસ્સામાં ભાન ભૂલેલા પિતા આશિષ ભુરીયાએ પોતાના જ માત્ર 3 માસના અબોલ અને માસૂમ દીકરાને ઘર નજીક આવેલા કૂવાના પાણીમાં ફેંકી દીધો હતો.

સંતરામપુરના ઝાલદડામાં પિતા બન્યો હેવાન

પાણીમાં ડૂબી જવાથી આ ત્રણ માસના નિર્દોષ બાળકનું કરૂણ મોત નીપજ્યું હતું. મા-બાપની તકરારમાં એક અબોલ બાળકે જીવ ગુમાવતાં સમગ્ર ઝાલદડા ગામમાં શોક અને ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.પોતાના કાળજાના ટુકડા જેવા માસૂમ દીકરાની પિતા દ્વારા જ હત્યા કરાતાં ભાંગી પડેલી માતાએ હિંમત દાખવીને ન્યાયની ગુહાર લગાવી છે. પત્નીએ પોતાના જ પતિ આશિષ ભુરીયા વિરુદ્ધ સંતરામપુર પોલીસ સ્ટેશનમાં હત્યાની વિધિવત ફરિયાદ નોંધાવી છે.

પિતાએ 3 માસના ફૂલ જેવા માસૂમને કૂવામાં ફેંકી દીધો

પોતાના બાળકના હત્યારા પતિને જેલના સળિયા પાછળ ધકેલવા માતાએ લીધેલા કડક વલણ બાદ સંતરામપુર પોલીસે આશિષ ભુરીયા સામે ગુનો નોંધી તેની અટકાયત કરવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે બાળકના મృతદેહને પીએમ અર્થે ખસેડીને આ મામલે આગળની કાયદાકીય તપાસ શરૂ કરી છે.પતિ-પત્નીના ઝઘડામાં ગુસ્સો નિર્દોષ બાળક પર ઉતારી કૂવામાં ફેંકી દીધો. પત્નીએ જ પતિ આશિષ ભુરીયા સામે સંતરામપુર પોલીસમાં ફરિયાદ દાખલ કરી. સંતરામપુર પોલીસે ગુનો નોંધી આરોપી પિતા સામે કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરી.

આ પણ વાંચો: Rajkot: ટ્રોલ ભરેલા ટેન્કરમાં અચાનક ભભૂકી આગ, 3 તાલુકાની ફાયર ટીમોએ મોટો બ્લાસ્ટ ટાળ્યો