મહીસાગર જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા દારૂના દૂષણ સામે એક મોટી અને સફળ કાર્યવાહી કરવામાં આવી છે. એસ.એમ.સી.ની ટીમે બાલાસિનોર જી.આઈ.ડી.સી. (GIDC) વિસ્તારમાં આવેલા એક ગોડાઉન પર અચાનક દરોડા પાડીને ગેરકાયદેસર વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલના આ અચાનક સપાટાથી સ્થાનિક બુટલેગરો અને ગુનાહિત તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
ગોડાઉનમાં આઇસર ટેમ્પોમાંથી મળ્યો દારૂનો જથ્થો
બાલાસિનોર જી.આઈ.ડી.સી. વિસ્તારમાં ચાલી રહેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓની ચોક્કસ બાતમીના આધારે એસ.એમ.સી.ની ટીમે આ ઓપરેશન હાથ ધર્યું હતું. ટીમે જ્યારે નિર્દિષ્ટ ગોડાઉનની અંદર તપાસ કરી ત્યારે ત્યાં એક આઇસર ટેમ્પો (ટ્રક) શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. આ ટ્રકની બારીકાઈથી તપાસ કરતા તેમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી, જેને ગુપ્ત રીતે છુપાવીને હેરાફેરી કરવાની પેરવી કરવામાં આવી રહી હતી.
